STORYMIRROR

Jay D Dixit

Romance

4  

Jay D Dixit

Romance

તમારે સંગ તમારે સંગ

તમારે સંગ તમારે સંગ

1 min
27K


છલકતી જાય છે મોસમ,

તમારે સંગ, તમારે સંગ.

ઘડીભર જો નીરખી રહું તો

બદલાય છે મનના રંગ.

એ સામસામે બારી યાદ છે?

એ વાત તારી મારી યાદ છે?

નજરના તીરથી હૈયે જંગ,

તમારે સંગ, તમારે સંગ.

પહેલા સ્પર્શનો સળવળાટ,

પહેલા ચુંબને થનગનાટ,

નીન્દરમાં સ્વપ્નોનો ઉમંગ,

તમારે સંગ, તમારે સંગ.

ગઝલ લખી ગીતો લખ્યા,

લખ્યા પત્રો પ્રેમના,

શબ્દોથી રચ્યા હરેક અંગ,

તમારે સંગ, તમારે સંગ.

કર્યા ઘણા પ્રયત્નો છતાં,

લાગણીઓ મૌન જ રહી,

રહ્યો ‘કલ્પ’ પ્રેમનો આ જ ઢંગ,

તમારે સંગ, તમારે સંગ.


Rate this content
Log in

Similar gujarati poem from Romance