હણાયું છે...
હણાયું છે...


ધૂમડામાં સઘળું ધૂમાયું છે,
બે કશમાં જીવન ગળાયું છે.
ચાનક લાગી મરણ ભણી સૌને,
ત્યાં તન-મન બધું જ ઘવાયું છું.
એવી તે તલપ ચડતી'તી કે,
જાણે એમાં જ બધુ સમાયું છે.
બળ્યા સંબંધો ને લાગણીઓ,
દરેક શ્વાસે આંસુ રેલાયું છે.
વર્તમાનની ઝીણી આંચમાં
ભવિષ્ય રાખમાં ધકેલાયું છે.
સ્વપ્નો સાકાર કરવાનું સ્વપ્ન,
ખુદ વ્યસનમાં જ રોળાયું છે.
હાડ-ચામના માણસનું હાર્દ,
'કલ્પ' નિષ્ઠુર થઈ હણાયું છે.