કોણ ચનસ?
કોણ ચનસ?

1 min

12K
એક આયખું એટલે બસ થોડા દિવસ,
ને પુષ્પો મહીં છુપાઈ છે મારી તરસ.
શું વાન ધરી ખીલે છે લીલીછમ ડાળ,
રંગબેરંગી ફૂલોનો ને એમનો પરાગ રસ.
સતત સ્પર્ધા થતી રહે છે અમારી વચ્ચે,
એની સુગંધ ને મારા રંગમાં કોણ ચનસ?
એ ખરી જશે ને હું બળી જઈશ ઋતુએ,
પ્રભાતે કરશું ખિલખિલાટ વિત્યે તમસ.
નક્કી છે મોત તોયે સ્પર્શ કરવા થનગને સૌ,
બસ, નજર જેની પડે એ થાય છે ફસફસ.
છોડ ફિકર ને ફતવાઓની મહેફિલને
માણ પ્રકૃતિ અમારે સંગને બિન્દાસ હસ.