જિંદગીને માણો તો
જિંદગીને માણો તો
હથેળીમાં રંગોનો તહેવાર લઈને ઊભી છે,
જો જિંદગી શ્વાસ 'ને ધબકાર લઈને ઊભી છે.
કોરાકટ શ્વેત વસ્ત્રો ધર્યા ભર યુવાનીમાં તે,
એના ગયા પછી ખુદનો ભાર લઈને ઊભી છે.
ભલે ન સ્થાન લઇ શકે તારા પ્રેમનું કોઈ,
સ્મરણો સંગ નવો સથવાર લઈને ઊભી છે.
અરે, બેરંગ થવાનું ઈશ્વર પણ ક્યાં કહે છે?
દુર્ઘટના પ્રસંગનો આકાર લઈને ઊભી છે.
જિંદગીને માણો તો બધું સાકાર છે કલ્પ,
નહીં તો સુખ-દુઃખનાં જ સાર લઈને ઊભી છે.