માણસાઈ વિના
માણસાઈ વિના
ના શોભે પૈસો, સત્તા કે રૂપરંગ માણસાઈ વિના,
ના શોભે જીવન જીવવાના ઢંગ માણસાઈ વિના,
આપણાં એ તો આપણાં જ રહેવાના હરહંમેશ,
ના શોભે પારકાંનો ઝાઝેરો સંગ માણસાઈ વિના,
જગત આખું છે પરિવર્તનશીલ એ ના ભૂલાય,
ના શોભે મનના બદલતા તરંગ માણસાઈ વિના,
અવર છે 'ઘરના ઘંટી ચાટેને પડોસીને આટો',
ના શોભે આપ્તજન સામે જંગ માણસાઈ વિના,
માણસાઈ રંગલાખવત ભળી જવી જોઈએ,
ના શોભે લાલચુ, લોભી હંબંગ માણસાઈ વિના.
