આભની પાછળ
આભની પાછળ
આભની પાછળ વિકસવા વાયદા કરવાં છે.
કર્જ સઘળા આમ ધરતીને અદા કરવાં છે.
પામવા માટે હવે છે આ ફલક ઝળહળતું,
કે સિતારા ખેરવીને ફાયદા કરવાં છે.
'ને મને જો શોધવા ભગવાન પણ આવે 'તો,
જાતને શોધી પછીથી કાયદા કરવાં છે.
એ વિચારે આ તરફ પણ મોગરા વાવીને,
વાદળે ફોરમ ભરી બાકાયદા કરવાં છે.
આંગણાં સુંદર સજાવ્યાં છે ગુલાલો છાંટી,
આવકારા પણ "ખુશી" માટે સદા કરવાં છે.