જીવન ઘડતરનું પહેલું પગથિયું
જીવન ઘડતરનું પહેલું પગથિયું
શાળા એટલે,
જીવન ઘડતરનું પહેલું પગથિયું,
વ્યક્તિત્વ વિકાસનું પુષ્પ જ્યાં ખિલતું,
શિસ્તનું ચુસ્તપણે પાલન જ્યાં કરાતું,
ભાષાનું સર્વોત્તમ જ્ઞાન જ્યાં મળતું,
ગણિત વિજ્ઞાનનું શિક્ષણ જ્યાં મળતું,
ઈતિહાસની વાતો ને ગૌરવ જ્યાં મળતું,
ભૂગોળનાં વર્ગમાં દુનિયામાં ફરાતું,
ચિત્રકામના વર્ગમાં રંગો સાથે રમાતું,
રમતગમત રમતા શરીર કૌશલ વધતું,
ભાઈબંધોની નિરાળી દુનિયામાં ખોવાતું.