ક્યાં સુધી ?
ક્યાં સુધી ?
1 min
598
વિચારની રફતાર, ચાલે ક્યાં સુધી ?
યાદો તરે મઝધાર, ચાલે ક્યાં સુધી ?
આ કાફલામાં શ્વાસ મારો તાળવે
સંબંધની વણજાર, ચાલે ક્યાં સુધી ?
જે ઝંખના ભીતર ડૂબી ગઈ જુઓ,
તોયે ભ્રમિત ઝણકાર, ચાલે ક્યાં સુધી ?
ખોટા ખરાનો ભેદ સમજાયો નહીં,
વિશ્વાસની ભરમાર, ચાલે ક્યાં સુધી ?
એ એષણાઓ જો ફરી જાગી 'સહજ'
ઈચ્છા બની હદપાર, ચાલે ક્યાં સુધી ?