STORYMIRROR

Dr Sejal Desai

Others

4  

Dr Sejal Desai

Others

તરસ

તરસ

1 min
259

વરસ મેહુલા દિલ ખોલીને વરસ,

દરિયાને પણ લાગી છે તરસ !


ભીતર એની ખારાશ પજવે બહુ,

એટલે મીઠા બે બોલની તરસ !


ભરતી -ઓટમાં રઘવાયો એ,

લાગણી ભીનાં ઝરણની તરસ !


ઊંચી ઊંચી લહેરો સતાવે હવે

કિનારે બેસી બે ઘડી છિપાવી તરસ !


વરસ મેહુલા દિલ ખોલીને વરસ

દરિયા ને પણ લાગી છે તરસ !


Rate this content
Log in