STORYMIRROR

Dr Sejal Desai

Inspirational

3  

Dr Sejal Desai

Inspirational

જીવન

જીવન

1 min
446

જીવન તો પરપોટો જાણું,

પણ એનો ના જોટો જાણું,


ક્યાં ખોવાઈ આભા તારી ?

પડછાયાને ખોટો જાણું,


પૈસો તોલે, જો સંબંધોને,

એતો નાહક મોટો જાણું,


પળમાં હોઠે આવે જોને,

'સોરી'નો છે તોટો જાણું,


કાળાં ધોળાં વાદળ વચ્ચે,

શોભે છે ગલગોટો જાણું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational