STORYMIRROR

Dr Sejal Desai

Others

4  

Dr Sejal Desai

Others

શું હશે ?

શું હશે ?

1 min
276

જો ગઝલમાં ભાર,  કારણ શું હશે ?

બોલ, શબ્દોથી નિવારણ શું હશે ?


ઘાવ તાજા રાખતું મન તો બરફ,

દુઃખનું એ યોગ્ય મારણ શું હશે ?


જે સમયના ઊંબરે ઊભી રહી,

લ્યો અધૂરી વાત, તારણ શું હશે ?


મનથી છે બીમાર દર્દી આ બધા,

દેહ બેવડ થાય , ભારણ શું હશે ?


ભાવથી ભીની થઈ આંખો 'સહજ',

તોય કાજળની મથામણ શું હશે ?


Rate this content
Log in