STORYMIRROR

Dr Sejal Desai

Others

4  

Dr Sejal Desai

Others

સંધ્યા

સંધ્યા

1 min
549

ક્ષિતિજ પર નજર,

ડૂબતા સૂરજની સામે તાકીને,

જોઈ રહેલી આંખો,


અસીમ સૌંદર્ય છલકાય રહ્યું,

આ સંધ્યાની ગરિમા ?

કે પછી સૂરજની સાથે સાથે,

ડૂબી રહેલી યાદોનું તર્પણ ?


સૂરજ થોડી વારમાં ગરક,

પછી ખરી પડેલી રાખની જેમ,

આભલે અંધકારનું આવરણ‌,


અને થાકીને ઢળેલી પાંપણ ઉપર,

અટકેલું આંસું,

તારો બની ચમકી રહ્યું,

ક્ષિતિજની શોભા વધારતું.


સામગ્રીને રેટ આપો
લોગિન