STORYMIRROR

Dr Sejal Desai

Romance

4  

Dr Sejal Desai

Romance

આત્મીયતા

આત્મીયતા

1 min
435

આત્મીયતા બે હૃદયનો શ્વાસ છે,

ધડકન અલગ તોયે બની પ્રાસ છે,


બંધન વિનાના પ્રેમનો ભીતરે,

એ લાગણી ભર્યો અહેસાસ છે,


કોઈ નથી લોહીનું સગપણ છતાં

જોને અહીં સંબંધ વળી ખાસ છે,


સંબંધમાં મતભેદ ક્યાંથી અહીં?

શબ્દો થકી સંવાદની આશ છે,

             

 સંવેદના ભાળું છલોછલ 'સહજ'

 ભોળા નયનમાં એજ ભીનાશ છે.


विषय का मूल्यांकन करें
लॉग इन

Similar gujarati poem from Romance