તરબતર
તરબતર


વરસાદની ઝરમર કરે જો તરબતર,
ભીનો મધુર અવસર, કરે જો તરબતર,
આ વાદળોનું વ્હાલ શાને ભીંજવે ?
ફોરાં જરા ફરફર, કરે જો તરબતર,
શબ્દો મળીને ક્યાં બને છે આ ગઝલ ?
હો ભાવના ભીતર, કરે જો તરબતર,
કાં ઝંખના એને મનોમન શ્યામની ?
મોહક છબી મનહર, કરે જો તરબતર,
કોના પ્રયત્નોથી થયું જોને 'સહજ'
ઈશ્વર મિલન ક્ષણભર, કરે જો તરબતર.