STORYMIRROR

Meena Mangarolia

Others Romance

3  

Meena Mangarolia

Others Romance

તારી રાધા

તારી રાધા

1 min
14.6K


તારી પાસે કંઈક માંગે છે કાના,

તારી રાધા તારી પાસે કંઇક માંગે છે.

તારું મોરપીંછ મને આપ કાના,

તારી મીઠી મધુરી મોરલી મને આપ.

તારી નયનોની રાણી બનુ,

એ શું ઓછું છે ?

તારી પ્રેમની ઘેલી કાના,

તારા હૃદયાની રાણી

રાધા તને પુકારે છે.

તારી વાંસળીના સૂરે મારા કામણ કર્યા,

હવે બીજુ જોઇએ ના મારે કાના,

તારી પ્રિતે બંધાઈ છું કાના.


તારી પાસે કંઈક માંગે છે કાના,

તારી રાધા તારી પાસે કંઇક માંગે છે.


Rate this content
Log in