હરિની પ્રીત
હરિની પ્રીત
પ્રીત તે કેવી કરી હરિ મારી સાથ,
મેં છોડી દીધો મારાં ઘરનો સાથ,
પ્રીત તે કેવી કરી હરિ મારી સાથ,
મેં છોડી દીધો સ્નેહીઓનો સાથ,
પ્રીત તે કેવી કરી હરિ મારી સાથ,
હું નીકળી હાલ્યો સદાય તારી સાથ,
પ્રીત તે કેવી કરી હરિ મારી સાથ
મેં સદાય લીધો સત્સંગનો સાથ,
પ્રીત તે કેવી કરી હરિ મારી સાથ
જીવન મરણના ફેરા જોડ્યા તારી સાથ,
પ્રીત તે કેવી કરી હરિ મારી સાથ,
મારાં આંસુઓને હું રોકી ના શક્યો તારી સાથ,
પ્રીત તે કેવી કરી હરિ મારી સાથ,
મૃત્યુનાં પર્વને મારાં હાથે વધાવી લીધું તારી સાથ,
પ્રીત તે કેવી કરી હરિ મારી સાથ,
તું કરે એ સાચું હરિ ઈચ્છા મારી સાથ.