Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Drsatyam Barot

Inspirational Others

1.0  

Drsatyam Barot

Inspirational Others

માણસ છે

માણસ છે

1 min
13.3K


અડતાં એ અભડાવા લાગે, માણસ છે,

ઇશ્વર અલ્લા, જુદા પાડે,માણસ છે.


મંદિર, મસ્જિદ ચણવા લાગે, માણસ છે,

પાછું ઇશ્વરનું ઘર ભાંગે, માણસ છે.


સુખમાં પાછો નોખો નાચે, માણસ છે,

દુખડાં દેખી એવો ભાગે, માણસ છે.


પાછો ગોળી થઇ ને વાગે,માણસ છે.

ડાટેલાં એ મડદાં કાઢે, માણસ છે.


એની મેળે જાતે વાગે, માણસ છે,

બોલાવો તો માન માંગે, માણસ છે.


આવે ના એ કોઈના કામે, માણસ છે,

તોયે સૌનો નેડો ચાહે, માણસ છે.


ઊંધી ચાલો રોજે ચાલે, માણસ છે,

કક્કો એનો સાચો રાખે, માણસ છે.


પાછો ખોટી માફી માંગે, માણસ છે.

પાછળથી એ ઘા પણ મારે, માણસ છે.


એ સાચાં થી આઘો ભાગે, માણસ છે.

ખોટા કામોમાં એ રાચે, માણસ છે.


મા ના દૂધની કિંમત કાઢે, માણસ છે,

મા ને ઘરડાં ઘરમાં નાખે, માણસ છે.


એની બોલી દિલને વાગે, માણસ છે,

તોયે માણસ બકબક લાગે, માણસ છે.


Rate this content
Log in