STORYMIRROR

Masum Modasvi

Inspirational

4  

Masum Modasvi

Inspirational

કરી છે

કરી છે

1 min
27.6K


સહુ સાથ સરખી મહોબત કરી છે,

જમાને મગર કમ ઇનાયત કરી છે. 

ઘણી વાર લાગ્યું થયાં એક જીવે,

નસીબે છતાં ક્યાં સખાવત કરી છે.

નભાવી ગયાં સો જગતના પ્રહારો, 

ઉસુલી તકાજે અદાવત કરી છે.

મળ્યા રંજ સઘળા પચાવી બતાવી,

બદલતી તરાહે બગાવત કરી છે.

કરમ હેત વરસે ન વરસે છતાં પણ,

નયન નમ કરીને ઇબાદત કરી છે.

તમારી કસમ છે તમારા ભલામાં,

ઘણું ભુલવાની જસારત કરી છે.

વિસારી ગયા સવ મળ્યા ડંખ માસૂમ,

સહુના ભલાનીજ હસરત કરી છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational