STORYMIRROR

Jigisha Raj

Inspirational Others

3  

Jigisha Raj

Inspirational Others

મન

મન

1 min
592


કુદરતના પ્રત્યેક રૂપને માણવાનું મન,

ને અગોચર તત્વ તેનું જાણવાનું મન.


તું સદા સામે હશે ને મને દેખાય ના,

હરપળે હવા મહીં નિહાળવાનું મન.


મૌન હો કે શબ્દ હો કે પછી અર્ચન,

તારી સમીપે સર્વ વહેણો વાળવાનું મન.


ના કશી ઈચ્છા હવે શ્વાસોચ્છશ્વાસને,

તારા સ્મરણને છાંયડે ગાળવાનું મન.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational