STORYMIRROR

Jigisha Raj

Others

4  

Jigisha Raj

Others

"માં મને સાંભરે રે .."

"માં મને સાંભરે રે .."

1 min
27.6K


રાત જેમ વીતે ને અંધારું ઉતરે આંખે,
માં મને સાંભરે રે,
ખોવાયેલા પડેલા બાળપણની સાખે,
માં મને સાંભરે રે!

ક્યાં કશું હજીયે માં વિના સૂઝતું આંખે,
માં મને સાંભરે રે,
એની સોડમાં લપેટાઈ જવાની સાખે,
માં મને સાંભરે રે!

હથેળીના સ્પર્શે બધું જોવાતું એની આંખે,
માં મને સાંભરે રે,
છાતીએ એની  જીદે વળગવાની સાખે,
માં મને સાંભરે રે!

દુનિયા મારી ને દેખાતી એની આંખે,
કે માં મને સાંભરે રે,
હાથ છૂટયાનાં પેલા દર્દની સાખે,
કે  માં મને સાંભરે રે!

એકલો કોળિયો સામે ને અશ્રુ આંખે,
માં મને સાંભરે રે,
લૂછયા'તા આંસુ પેલા પાલવની સાખે,
માં મને સાંભરે રે!

ભરી લે માં બાથમાં, બંધ કરી લે આંખે,
કે માં મને સાંભરે રે,
એકલા જીવવાનું તારા નામની સાખે,
કે માં મને સાંભરે રે!

નાળવિચ્છેદથી નાડાછડી,બધું એની આંખે,
માં મને સાંભરે રે,  
જન્મોના પેલા હવે ઋણાનુબંધની સાખે,
માં મને સાંભરે રે!


Rate this content
Log in