STORYMIRROR

Jigisha Raj

Others

3  

Jigisha Raj

Others

"કેમ પાલવે તને ?"

"કેમ પાલવે તને ?"

1 min
27.2K


આમ અળગા થવું કેમ પાલવે તને?
સાવ ખાલી થવું કેમ પાલવે તને?

શું હવે કોઈ લગાવ બાકી રહ્યો તને?
સાવ આમ છુટ્ટા થવું કેમ પાલવે તને?

ભરી સંવેદનાઓ કહેતી નથી તને?
સાવ આમ પથ્થર થવું કેમ પાલવે તને?

પાયલનો એ ઝણકાર યાદ નથી તને?
આમ પગે અડવા થવું કેમ પાલવે તને?

રણઝણતા કંગનનો સ્પર્શ ના યાદ તને? 
સૂના હાથે રહેવું હવે કેમ પાલવે તને?

બોલકી વાતોનો તારો ભંડાર યાદ છે ને?
સાવ મૂંગા રહેવું હવે કેમ પાલવે તને?

અલ્લડ ને અલબેલી છાપ યાદ છે તને?
આમ લાશ બની જવું કેમ પાલવે તને?


Rate this content
Log in