એના આવવાની રાહ જોતી...
એના આવવાની રાહ જોતી...
1 min
13.6K
લીલા અરણ્યની શબરી
એક દિ' એના પગલાં થશેની રાહ જોતી
આખા જીવતરની ખટાશ
ચાખી, મધુરપને
અલગ રાખતી
રામની રાહ, જોતી..
આજે પણ લીલું અરણ્ય છે
અહીં પણ એક શબરી છે
ખટાશ તો માણી
પણ મધુરતા
રાખી છે બાકી
એના આવવાની રાહ જોતી..
અહીં આસપાસ ચોમેર હરિયાળી છે
લીલું અરણ્ય
સિમેન્ટના જંગલોથી દૂર
મદમદતા મહુડાની
મદહોશીમાં
એના આવવાની રાહ જોતી..
લીલી હરિયાળીથી
છવાયેલા રસ્તાઓ
એના આવવાની ચાતક નજરે
આસ્ફાલ્ટને ફાડીને
ઊભા છે ચારેબાજુ
એના આવવાની રાહ જોતી..
