"એક પળ એવી મળે....."
"એક પળ એવી મળે....."
1 min
27.6K
લાગણીઓની ભીતરે કોઈ એક પળ એવી મળે,
પ્રેમ તરબતર નીતરે કોઈ એક પળ એવી મળે.
શ્વાસની આ સરગમે કેટલા સૂર આમ ભેગા મળે?
આરોહ પછી અવરોહ ઊતરે એક પળ એવી મળે !
રસ્તા સઘળા એના તરફ કેમ જાય મંડાય પછી?
મંઝિલ પણ મળે એના અંતરે એક પળ એવી મળે.
સૂર્ય ચંદ્રની સાક્ષીએ કેવું સતત શ્વેત અજવાળું મળે,
તારલે મઢી અમાસી રાત ઊતરે એક પળ એવી મળે!
ગગને કાળઝાળ વેરાતી અગનજ્વાળાઓ છોને મળે ;
નામ એનું લઈએ ને અમી નીતરે એક પળ એવી મળે!
