યાદ
યાદ
1 min
26.7K
તું યાદ આવી આવીને કેટલું આવીશ?
મારા હૃદયથી આંખોના આંસુ સુધી?
કે પછી ભીતરમાં રહી ઊર્મિઓને અકળાવી,
નસેનસમાં કંપારી કરી ચાલ્યો જઈશ?
છે ઘણા લોકો જે મને સંભળાવે તારી એ ગઝલ!
રદીફ-કાફિયામાં આમ જ આવતો રહીશ?
તું હોય સામે ને હું હોઉં હવામાં ઓગળતી,
એકાદા તુચ્છ પીંછાથી મને અડતો જઈશ?
છે હવા, મોસમ, પ્રવાહ બધામાં તારું સ્મરણ,
શ્વાસમાં મારા મને આમ જ અથડાતો રહીશ?
હું નથી રહી મારામાં હવે કે કશું કહું તને,
શ્વાસ ઘડી-બેઘડી રોકું તો શું તું ચાલ્યો જઈશ?
