કોને કહું?
કોને કહું?
1 min
14.4K
બે ચાર શ્વાસોની -
સમજણની જયારે વાત છે;
તો શ્વાસ કહે ત્યાં રોકાઈ જવું,
પણ મનનું બસ આમતેમ દોડવું,
કોને કહું?
સાવ સરળ ને સીધી વાત છે
શબ્દોમાં ના ઊતરે
પણ ભીતરથી સોંસરવી નીકળે
એવી વાત છે
કોને કહું?
બસ બે ચાર શબ્દોથી
આગળ કશું નહિ,
છતાં પર્વ એ બહુ મજાનું
એક ઊંડે ઊતરતી હાશ
કોને કહું?
