STORYMIRROR

Jigisha Raj

Others

2  

Jigisha Raj

Others

ધોમધખતો વૈશાખ

ધોમધખતો વૈશાખ

1 min
14.1K


ઉકળે છે આ ધરા ધોમધખતે વૈશાખે,
ક્યારે થશે શાતા ધોમધખતે વૈશાખે?
 
પંથ સઘળા એકલવાયા ઊભા બપોરે ,
કોણ ચાલશે આવા ધોમધખતે વૈશાખે?
 
ખદબદી રહેલો અંદરનો ચરૂ કેવો ઉકળે?
કેવો ઓગળે લાવા ધોમધખતે વૈશાખે?
 
આગ ઝરતી એની જ્વાળાઓ ઊતરે ,
કેવી દઝાડે આવા ધોમધખતે વૈશાખે?
 
ગ્રીષ્મની આ સૂનકાર સાવ કોરી બપોરે ,
કોણ આપશે શાતા ધોમધખતે વૈશાખે?


Rate this content
Log in