STORYMIRROR

Kajal Henia

Inspirational Others

4  

Kajal Henia

Inspirational Others

પ્રિય પપ્પા

પ્રિય પપ્પા

1 min
495

અમને આમ સાવ એકલાં મૂકીને જતાં રહ્યા પપ્પા,

કરગરું ખૂબ પણ પાછા હવે કદીય નહી ફરશે પપ્પા.


લખું છું વાદળોને એક પત્ર, શું વાંચશે મારો પત્ર પપ્પા,

જો વરસે વાદળ તો સમજીશ કે વાંચ્યો તમે પત્ર પપ્પા.


ખોબામાં ભરી લઈશ એક એક તમારા વ્હાલનું ટીપું પપ્પા,

અંજલીથી કરીશ તમારી તસ્વીર પર અમીછાંટણાં પપ્પા.


આજે એક અરજી અશ્રુભરી સ્વીકારોને પ્યારા પપ્પા,

સપનામાં એકવાર ફરી મળવા આવોને પ્રિય પપ્પા.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational