STORYMIRROR

Kajal Henia

Drama

4  

Kajal Henia

Drama

અજવાળું

અજવાળું

1 min
1.2K

હુબહૂ

ઢળતી સાંજની

જેમ ઢળતી

ઉંમર,

અને પછી

સાંજ જોડે

જ..........


ગગને

ફરી વળતાં

રંગબેરંગી રંગો

જેવું જ,

અદલોઅદલ

જીવનસંધ્યાનું

પણ...........


સારાનરસા

અહેસાસો અને

અનુભવો

ઘડીકે 

ઉજાસની ઉજવણી

તો............


ક્ષણમાં 

જ 

ધસમસી આવતું

અંધારુ

તો............


રહી રહી

રાહ તકતું

ઓજસ

ઉજવલ

પ્રભાતનું

આગમન

અને...........


બારીની એક ઝીણી

તિરાડમાંથી

આનંદનું અને આશાઓનું

ઓજસ લઈ આવતું

અઢળક અનુભવોનું

અજવાળું......


હા

મને ગમે છે

ઢળતી સાંજ જોડે 

ઢળતી આવરદાનું

અજવાળું.......


Rate this content
Log in

Similar gujarati poem from Drama