મૃત્યુ
મૃત્યુ
જીવ જીવન સાથે સંતાકૂકડી રમી રહ્યું છે.
મારુ આવનરુ મૃત્યુ આજે મને બહુ ગમી રહ્યું છે.
શેષ કશુજ બાકી નથી,
જીર્ણ થઇ ગયેલી જીવનની દીવાલ પરથી, ચૂનાની માફ્ક એક-એક સ્વપ્ન ખરી રહ્યું છે.
મારુ આવનારુ મૃત્યુ આજે મને બહુ ગમી રહ્યું છે.
કેવી જાહોજલાલી છે, મને
આજે પરિજન સાથે કોઈ પારકુ પણ પહેરો ભરી રહ્યું છે.
મારુ આવનારુ મૃત્યુ આજે મને બહુ ગમી રહ્યું છે.
જેને રડાવ્યો મને ઊમ્રભર,
નીર આજે એની આંખમાંથી પણ વહી રહ્યું છે.
મારુ આવનારુ મૃત્યુ આજે મને બહુ ગમી રહ્યું છે.
બહુ વટ હતો ને તને "ઘાયલ" ,
જો શિશ આજે તારુ પણ નમી રહ્યું છે.
મારુ આવનારુ મૃત્યુ આજે મને બહુ ગમી રહ્યું છે.