જીવન સફર
જીવન સફર

1 min

525
હાથ તારો હું ધરું જીવન સફરમાં,
શ્વાસ તુજ સંગે ભરું જીવન સફરમાં.
નાવ કાગળની કરી છે સાચવી લે,
ઝાંઝવા જળમાં તરું જીવન સફરમાં.
સપ્તફેરાનાં વચન આવાં ભરીને,
ભાવનામાં સહચરું જીવન સફરમાં.
પાનખર આવે કદી જીવન વને જ્યાં,
છાંયડો થઇ ઝરમરું જીવન સફરમાં.
આશની એક ગાંસડી બાંધીને રાખી,
તક મળે પૂરી કરું જીવન સફરમાં.
ભીતરે છે સ્નેહનું ભાથું ભર્યું મેં,
હો જરૂરત વાપરું જીવન સફરમાં.