હળવાશ ૩૬
હળવાશ ૩૬

1 min

24K
આવનારી પળને કીધું આવજે હળવાશમાં,
દોડ ખોટી છોડવી છે રાખજે હળવાશમાં.
ભાગ્યની બારી જો ખૂલે એક દી' મારી તરફ,
એક કિરણ સૂરજ તણું તું સ્થાપજે હળવાશમાં.
કલ્પવૃક્ષ વાવીને રાખ્યું છે ઘણું નાનું હજુ,
ફૂટતી કૂંપળ છે પાણી સીંચજે હળવાશમાં.
સદનસીબે પાસમાં છે ફૂલ ક્યારી બાગમાં,
ખીલતાં ફૂલોની ફોરમ માણજે હળવાશમાં.
રાહમાં નાખી નજર બેઠી 'ઝલક' છે જાગતી,
નીંદ એની પાંપણે ઈશ આપજે હળવાશમાં.