અવસર અવસર
અવસર અવસર
1 min
92
દિવાળી લઈ આવી, આંગણ અવસર અવસર,
તૈયારીમાં લાગે, ભેગી ભેગી સહિયર,
દ્વારે બંધાયાં જે, તોરણ છે લીલાંછમ,
રંગો સૌ ભેગા જ્યાં, રંગોળી થઈ નવતર.
પૂજાતી ધન લક્ષ્મી, ધનતેરસના દિવસે,
માતા જો રીઝે તો, ફીટે દળદર દળદર.
ભૂત પલીતો સૌને, દૂર ભગાવે ચૌદશ,
અંતરથી જો ભાગે, ભૂત હશે એ અકસર.
ઝગમગ ઝગમગ થાતી, દીવડાથી દિવાળી,
લાગે આખુંયે જગ, જાણે એક પરિસર.
સાલ મુબારક સૌને, આપો ઈશ્વર સુખ ચેન,
પ્રાર્થું છું હું પ્રેમે, સ્નેહ ભરો જગ સરવર.