STORYMIRROR

Leelaben Patel

Classics

3  

Leelaben Patel

Classics

તહેવારોની મોસમ

તહેવારોની મોસમ

1 min
81


તહેવારોની લઈ મોસમ આવે દિવાળી, 

સ્નેહ ભર્યો સંદેશ સુગમ લાવે દિવાળી.


ઘર સાથે મનનો વરસોનો કચરો કાઢો,

એમ ઘણું અંતરને ફરમાવે દિવાળી.


ઘર સાથે મનનો વરસોનો કચરો કાઢો,

એમ ઘણું અંતરને ફરમાવે દિવાળી.


જુનું સઘળું ભૂલી જઈને સૌની સાથે,

ભાઈચારો કરવા સમજાવે દિવાળી.


પરિવારે સૌ ભેળા થઈને પ્રેમ પરસ્પર,

આનંદે આખું ઘર મલકાવે દિવાળી.


એકબીજાને મળતા જઈ સુખનો સંદેશો,

વિશ્વ ફલક ચકમકથી ચમકાવે દિવાળી.


Rate this content
Log in