STORYMIRROR

Drsatyam Barot

Inspirational Classics Fantasy

4  

Drsatyam Barot

Inspirational Classics Fantasy

ગીતોનો ગરમાળો

ગીતોનો ગરમાળો

1 min
27.7K


ગીતોનો ગરમાળો લઈને,

જો આયો મણિયારો.

અંગે અંગો વૃક્ષ થયા ને,

વૃક્ષે ફૂટી ડાળો,

ચી ચી કરતાં પંખીઓએ,

ડાળે બાધ્યો માળો.

ઊડી ઊડીને લાવી તણખલાં,

આખો દા'ડો કાઢ્યો.

હસતાં હસતાં થાક્યા, ત્યારે;

જાગ્યો એ ગરમાવો.

પાંખોમાં તો પાંખો ગાલી,

ચાચે ગાલી ચાચો.

થાવા લાગી અંગત અંગત,

મીઠી મીઠી વાતો.

એક એક દા'ડો વિત્યો બેઉનો,

ખુશિયોથી છલકાતો.

ચકલી બાઈને ધીમા પગલે,

જોઈ ચકો હરખાતો.

થોડા દિવસે ચકલીબાઈને,

આવ્યો સારો દા'ડો.

એકી સાથે ચી ચી કરતી,

ગાવા લાગી ડાળો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational