STORYMIRROR

Chaitanya Joshi

Inspirational

3  

Chaitanya Joshi

Inspirational

બાકી

બાકી

1 min
26.1K


ગયો સુખરુપી દિવસ દુ:ખની અંધારી રાત બાકી,

મુખની સહુ સાંભળી લીધી અંતરની વાત બાકી.


મળ્યાં પણ ઊભડક ઊભડક ચર્ચા રહી અધૂરી,

ઉરમાં મચાવે હલચલ એવી એક મુલાકાત બાકી.


હસીન ચહેરે આંખને થયું માત્ર ખીલવાનું નજરથી,

શબ્દો સહારે સમજવું મુશ્કેલ ભીતરીભાત બાકી.


અશ્રુઓનું વિરોધી મુસ્કાન ન હોય શકે કદાપિ,

ઉચ્ચાર, રણકો તો ઠીક, માનવની આખી જાત બાકી.


શાંતચિત્તે બેસવાની નથી ક્વચિત વિધિ વ્યવસ્થા,

"આટલું બસ" એમ કહેવાની રહી ગઈ નિરાંત બાકી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational