મારુ મન
મારુ મન
સંભારતા સ્મરણ થઇ
ભૂતકાળ ફંફોસી ગયું મારુ મન
ઝાકળ ઝગમગાટ થઈ
પળ પળ થીજી ગયું મારુ મન
સંવેદના સળવળતી થઈ
સ્મૃતિઓ સીંચતું ગયુ મારુ મન
યાદો સળગાવતી થઈ
કૈફ ઉલેચતું ગયુ મારુ મન
સમજણને સંકોરતી થઇ
ભેદ ઉકેલતું ગયું મારુ મન
