વાત વાતમાં
વાત વાતમાં
1 min
26.4K
હું હતી વાતમાં ત્યાં
મારાથી નવિ વાત કહેવાય ગઇ,
ત્યાં વાત વધી પડી ને મારા થી
એ વાત ભરડાઈ ગઇ,
ને વાત વાતમાં એ વાત જ
આખી ચવાઈ ગઈ,
ને અબઘડી આખા ગામ માં
આ વાત ની અફવા ફેલાઈ ગઈ,
વચે વાતમાં કાંકરીચાળો થયો
ને વાત આખી પલટાઈ ગઈ,
મુળ વાતનું તથ્ય દબાઈ ગયું
ને વાત આખી વટલાઈ ગઈ,
ફરી મેં મુળ વાત ઉખેડી તો
હું જ ઊંઘતી ઝડપાઇ ગઈ,
હતી તો સો ટચની પણ
આખી વાત જ ફેરવાઈ ગઈ,
મને થયું મુક માથાકૂટ
હવે વાત જ આખી ફસડાઈ ગઈ
