હાઈકુની ગઝલ
હાઈકુની ગઝલ
1 min
26.7K
હાલ જ ખર્યું
વગડાનું ફુલડું
આકરા તાપે
સૂકાની સાથે
બળબળતું લીલું
આકરા તાપે
વગડો તપે
ભાદરવાની ઓથે
આકરા તાપે
વૃક્ષો ખંખેરે
લીલુડી પાંદડીઓ
આકરા તાપે
વાયરો વાયો
વંટોળ ઉડાડે જો
આકરા તાપે
વૃક્ષોની ટોચે
પંખીઓ ટહુકિયા
આકરા તાપે
થઈ કફોડી
વેલીઓની હાલત
આકરા તાપે
