STORYMIRROR

Chaitanya Joshi

Inspirational

3  

Chaitanya Joshi

Inspirational

મારું ઘર

મારું ઘર

1 min
27.4K


મને સૌથી સવાયું એ લાગે ઘર મારું.

શૈશવ સ્મરણો જ્યાં જાગે ઘર મારું.


જન્મથી જે જોડાયેલ મારી સાથે એ,

જેને જોતાં તન વિસામો માગે ઘર મારું.


આમ જુઓ તો પથ્થર સીમેન્ટ રેતીનું,

પણ છત્રછાયાના અનુરાગે ઘર મારું.


ઊંઘ, ભોજન, આરામ, વિચારને વિલાસે,

રહેતું તત્પર આપવામાં આગે ઘર મારું.


અતિથિનો આશરોને મારું એ સર્વસ્વ હો,

ઇશભજનનાં સ્તવનો જ્યાં વાગે ઘર મારું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational