STORYMIRROR

#DSK #DSK

Inspirational

3  

#DSK #DSK

Inspirational

અજનબી સાથે રહે છે

અજનબી સાથે રહે છે

1 min
26.5K


જ્યારે બધુ જ ખર્ચાય જાય છે;

ત્યારે માત્ર શ્રધ્ધા સાથે રહે છે.


જ્યારે આશાના કિરણ છુટી જાય છે;

ત્યારે દોસ્તોનો વિશ્વાસ સાથે રહે છે.


જ્યારે સૂરજ આથમી જાય છે;

ત્યારે ચાંદની સાથે રહે છે.


જ્યારે સમુદ્રમા તૂફાન સર્જાય છે;

ત્યારે ઇશ્વરનો સાથ સાથે રહે છે.


જ્યારે પોતાના તરછોડી જાય છે;

ત્યારે કોઇ અજનબી સાથે રહે છે.


જ્યારે વિશ્વાસના બન્ધન છુટી જાય છે;

ત્યારે હદયનો ધબકાર સાથે રહે છે.


જ્યારે બધા જ પાસા ઉલ્ટા પડી જાય છે;

ત્યારે સર્જનહાર બાજી પલ્ટી સાથે રહે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational