....શોધું છું
....શોધું છું

1 min

11.8K
નોકરી મળી ગઈ જ્યારથી; ભણતરના સ્વપ્નને શોધું છું.
કામ માટે દૂર થયો જ્યારથી; શિશુ તણા દિલને શોધું છું.
ભણીને છુટા થયા જ્યારથી; મખમલી દોસ્તોને શોધું છું.
વહીવટમાં પડ્યો જ્યારથી; હું મારા જ પરિવારને શોધું છું.
કામે ચડ્યો છું જ્યારથી; બચપણની રમતને શોધું છું.
પૈસા હાથ લાગ્યા જ્યારથી; દિમાગની નિરાંત શોધું છું.
નામને પૈસા કમાયો જ્યારથી; ઘસ-ઘસ થતી નિંદર શોધું છું.