કોરોનાથી સાવ કોરો
કોરોનાથી સાવ કોરો

1 min

11.3K
ખાવામાં કોરો ના રહું તો સારું,
પૈસામાં કોરો ના રહું તો સારું,
સગવડોમાં કોરો ના રહું તો સારું,
પ્રેમમાં કોરો ના રહું તો સારું.
દોસ્તીમાં કોરો ના રહું તો સારું,
લગ્નથી કોરો ના રહું તો સારું,
બાળકોથી કોરો ના રહું તો સારું,
ઘરથી કોરો ના રહું તો સારું.
ભણતરથી કોરો ના રહું તો સારું,
નોકરીથી કોરો ના રહું તો સારું,
ધંધામાં કોરો ના રહું તો સારું
પણ "આ ચાઈનાના કોરોનાથી,
સાવ કોરો રહું તો બોવ સારું.