અગર હો ખુદા મારી સામે તો એકવાર
અગર હો ખુદા મારી સામે તો એકવાર


અગર હો ખુદા મારી સામે તો એકવાર પૂછું
શું જરૂરી છે પ્રેમીઓનું એકબીજાથી અલગ થવું?
અગર હો ખુદા મારી સામે તો એકવાર પૂછું;
શું જરૂરી છે ધરતીને આકાશના એક ટીપા માટે તરસવું?
અગર હો ખુદા મારી સામે તો એકવાર પૂછું;
શું જરૂરી છે સંબંધમાં ભંગાણ અવશ્ય લાવવું?
અગર હો ખુદા મારી સામે તો એકવાર પૂછું;
શું જરૂરી છે પ્રમાણિકને કૃતજ્ઞ માણસને મળવું?
અગર હો ખુદા મારી સામે તો એકવાર પૂછું;
શું જરૂરી છે જોધા અકબરને એકબીજા માટે તરસવું?
અગર હો ખુદા મારી સામે તો એકવાર પૂછું;
શું જરૂરી છે કબરની ખબર લેનારને પોતાનું જ ગુમાવવું?
અગર હો ખુદા મારી સામે તો એકવાર પૂછું.