દોસ્ત તારા માનમાં
દોસ્ત તારા માનમાં
જેમ મળે છે બે રસ્તા તેમ મળ્યાતા વાટમાં ;
ન્હોતી ખબર કે સમાવશું એક્બીજાને હૈયામાં!!!
હતી દોસ્તીની શરુઆત એકબીજાના વાક્યમાં;
ભુલા પડેલાને કેમ રસ લાગ્યો એકબીજાના ફકરામાં?
શરુઆતમાં થઇ હશે બે ચાર વાત એકબીજાની મુલાકાતમાં
ન્હોતી જાણ કેમ આમ થવા લાગ્યુ છે એક્મેકના મનમાં,
જ્યારે હોય છે દોસ્તી એકબીજાના રંગની તનમાં;
ત્યારે લોકો કેમ જુદા પાડવાનું વિચારે છે વાતે વાતમાં?
તોડવા કોઇ આવશે દોસ્તી તો છીએ નશામાં
પછી ના કહેતા કે કેમ આવું બને છે નિશામાં?
સજાવેલ છે કેટલાય શમણાઓ નવરંગમાં;
દોસ્તીનો પેગામ ભેજ્યો છે દોસ્ત તારા માનમાં.