ગઝલમાં તમે છો કે જાતે ગઝલ છો?
ગઝલમાં તમે છો કે જાતે ગઝલ છો?
ગઝલમાં તમે છો કે જાતે ગઝલ છો?
સરોવર સપાટી ઉપરનું કમલ છો?
સવારે ને સાંજે સહજ સાંપડે એ,
ઉદિત-અસ્ત લાલીની સૃષ્ટિ સકલ છો?
પ્રવાહિત, સુવાસિત બનાવે ક્ષણોને,
સજીવન સતત રાખતું કોઈ જલ છો?
ગઝલની ગઝલિયતમાં છૂપી જણાતી,
સહજ શેરિયતની નજાકત સબલ છો?
કહ્યે જાય જે મસ્તમૌલા સુપેરે,
અરવ અર્થવાહી અલખ કોઈ પલ છો?
લખાતી રહે પંક્તિ અગણિત છતાં પણ
નથી જે લખાયું એવું કો' સ્થલ છો?
સ્વયં પ્રજળી જઈ અન્યને જે પ્રકાશે,
સનાતન પ્રજળતો રહેલો અનલ છો?