STORYMIRROR

Dipti patel

Drama Romance Others

4  

Dipti patel

Drama Romance Others

અવર્ણનીય છે

અવર્ણનીય છે

1 min
236

જ્યારથી તમે મારા જીવનમાં આવ્યા છો,

તમારા એ સાથનો આનંદ અવર્ણનીય છે,


મારા પ્રેમ હૃદયમાં એક તમારો જ વાસ છે,

તમારી એ મહોબ્બતનો અહેસાસ અવર્ણનીય છે,


સપનાંમાં તો દરરોજ તમને જોઉં છું મારા સાજન,

તમારી એ સુંદરતાનું વર્ણન અવર્ણનીય છે,


પ્રભુની સેવા કરવી એ ઉત્તમ કાર્ય છે જગતમાં,

તમને મારા સમર્પણનો આનંદ અવર્ણનીય છે,


ફૂલો તો સુવાસ આપવાનાં એ પ્રકૃતિ છે એમની,

તમારા આદર્શ જીવનની મહેક અવર્ણનીય છે,


પ્રેમનો એકરાર કરવા શબ્દોની શું જરૂરત છે,

તમારા એકરારની મૌન ભાષા અવર્ણનીય છે,


ચાહું છું સાથ હવે આપનો જનમો જનમનો,

દરેક જન્મમાં મળવાની આશ અવર્ણનીય છે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama