પ્રેમ અને વચન
પ્રેમ અને વચન
હું દરરોજ દુઆ અને પ્રાર્થનાઓમાં તને માગું છું
તું પણ મને માંગીશ પ્રભુ પાસે મને વચન આપ...
તારા ખુબસુરત ચહેરા જોવો નથી કોઈનો ચહેરો
એ સુંદર ચહેરો હંમેશા હસતો રાખીશ મને વચન આપ...
મુહોબ્બત તને કરું છું દિલ જાનથી તને ખબર છે
મારી જિંદગી ના બનીશ શ્વાસ મને વચન આપ...
હમસફર છો તમે મારા ભલે મળીએ કે ના મળીએ
આપશો બધાં જ અધિકાર મને વચન આપ...
બીજું તો શું લખું તારા પર, લખું એટલું બધું ઓછું છે,
મારી કવિતાઓ હંમેશા વાંચીશ મને વચન આપ.

