સરવૈયા સ્નેહની સરસાઈના
સરવૈયા સ્નેહની સરસાઈના


હ્ર્દયનાં ધબકારાં છે કે પછી સૂર શરણાઈનાં,
દનડા વિરહનાં છે કે અમ કરમની કઠણાઈનાં,
એના સહારાની આશા તો જાણે કોણીએ ગોળ સમ,
સંધ્યા ટાણે છૂટ્યા છે સહારા ખૂદની પરછાઈનાં,
હૈયું દાવમાં મૂકી હાર સ્વીકારી જીતી ગયા અમે,
હવે શું કામ નાં સરવૈયા સ્નેહની સરસાઈનાં,
મન મક્કમ ને કાળજું કઠણ ન કરી શક્યા,
હવે ફળ ભોગવી રહ્યા આ નયન નરમાઈનાં,
"પરમ" ભરોસા સિવાય હું શું આપું સાબિતી પ્રેમની,
ઝેર પીધું મીરાં એ તોય "પાગલ" પ્રીત પરખાઈ ના.