STORYMIRROR

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Drama Fantasy

0.2  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Drama Fantasy

આંખોનું ઝરણ

આંખોનું ઝરણ

1 min
8.9K


કોરી કોરી આંખોમાં ભીનાં ભીના મૃગજળ,

વ્હાલપનું વાદળ ઝંખી રહ્યું એક કોરૂ રણ,


અટવાયા વ્હાલમના વિયોગે સૂર વાંસળીનાં,

ને મુંઝાય શ્વાસોમાં મિલન આશે રાધાનાં પ્રણ,


વંટોળ થઈ ભટકું અંતર આકાશે એકલો,

શોધું જન્મો જન્મોથી એક શ્યામનું શરણ,


અટકશે એક'દિ જરૂર આ જીવન સફર,

છેલ્લો શ્વાસ હશે મારો ને હશે તારૂં ચરણ,


એ "પરમ" સ્થાનને એ ધડીનો ઈન્તજાર,

જો "પાગલ" અટકતું નથી આંખોનું ઝરણ.


Rate this content
Log in

Similar gujarati poem from Drama