STORYMIRROR

Mahendra Rathod

Drama

3.6  

Mahendra Rathod

Drama

એકાંત

એકાંત

1 min
1.0K



પળે પળ વીતે કેવી રીતે હું જ જાણું છું,

ઘૂંટાયેલી ઘડીઓની વાત હું જ જાણું છું,


એકલતા હોય કેવી એ મને સમજાય છે,

રસ્તાના પથરા પગે અચાનક અથડાય છે,

હું એકલોને આ એકાંત મને રોજ કોરી ખાય છે.......


કોઈ મૂકીને એકલું જાય એ હું જ જાણું છું,

તેના વગર કેમ જીવાય એ હું જ જાણું છું,


એના શમણાં રોજ મારા હૈયામાં કોરાય છે,

ખુલી જાય આંખડી તો હૈયે શૂળ ભોંકાય છે,

હું એકલોને આ એકાંત મને રોજ કોરી ખાય છે.......


સમયના વહેંણ કેવા હોય છે એ હું જ જાણું છું,

ક્યારે આગળ ને ક્યારે પાછળ એ હું જ જાણું છું,


એના વગર આ મારગમાં બધે ઠોકર ખવાય છે,

ઉપર હોય સુરજ તોય આંખે અંધારા દેખાય છે,

હું એકલોને આ એકાંત મને રોજ કોરી ખાય છે.......!


Rate this content
Log in

Similar gujarati poem from Drama